વિચારથી નવીનતા તરફ,નવીનતાથી ભવિષ્ય તરફના સૂત્ર સાથે ભરૂચની રૂંગટા વિદ્યાભવન દ્વારા CATALYST 3.0 ઈન્ટર સ્કૂલ ફ્યુચર એકઝીબીશનનું આયોજન

SHARE:

ભરૂચ,

વિચારથી નવીનતા ટાફ, નવીનતાથી ભવિષ્ય તરફના સૂત્ર સાથે ભરૂચની રૂંગટા વિદ્યાભવન દ્વારા CATALYST 3.0 ઈન્ટર સ્કૂલ ફ્યુચર એકઝીબીશનનું આગામી 10 મી ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવતા 50 શાળાઓ દ્વારા 130 થી વધુ પ્રોજેક્ટસ રજુ કરાશે.

ભરૂચની રૂંગટા વિદ્યાભવન દ્વારા વર્ષ 2024 માં CATALYST 1.0 શરૂ કરાયેલ જેમાં 48 જેટલી શાળાઓ દ્વારા 100 જેટલા પ્રોજેક્ટ રજુ કરાયા હતા. જેમાં બાદ 2025 માં પણ સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે 2026 માં CATALYST 3.0 નું 10 મી ઓક્ટોબર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 50 શાળાઓ અને 130થી વધુ પ્રોજેક્ટ્સ ભાગ લઈ રહ્યા છે.Artificial Intelligence, Robotics, Renewable Energy, Smart Technology, Space Science અને Sustainability જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરશે.જેમાં વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ સ્કૂલ માટે 5,100, બેસ્ટ સ્કૂલ ભાગીદારી માટે 4,100, કેટેગરી વિજેતા માટે 3,100 અને થીમ વિજેતા માટે 1,100 નું રોકડ પુરસ્કારો પણ આપવામાં આવશે.

આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ, સંસ્કાર વિદ્યાભવન ના આચાર્ય શૈલાજાસિંધ, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા,CATALYST 3.0 ના કો. ઓડીનેટર અમલ પિલ્લાઈ અને ભૌમિક પઢીયાર ઉપસ્થિત રહી માહિતી આપી હતી.

આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભરૂચ સહિત વડોદરા,સુરત,તાપી,બીલીમોરા અને તાપી જીલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ અમારા માટે ગૌરવની બાબત છે.તેમજ અમારા મુખ્ય અતિથિ સૃજન પાલસિંહ ફાઉન્ડર હોમી લેબ અને સીસીઈઓ કલામ સેન્ટર તથા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ સાથે સલાહકાર તરીકે કાર્ય કરેલ પ્રેરણાદાયી વ્યક્તિત્વ,વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.અમારો વિશ્વાસ છે કે આજના વિદ્યાર્થીઓ માત્ર ભવિષ્યના નિર્માતા નથી, પરંતુ આજથી જ ભવિષ્યને આકાર આપનારા Innovators છે.CATALYST 3.0 એ માત્ર એક એકઝીબીશન નથી આ વિદ્યાર્થીઓના વિચારો, સપનાઓ અને નવીનતાને મંચ આપતી એક પહેલ છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન સુધી મર્યાદિત રાખવાને બદલે તેમને વિચારવા, પ્રયોગ કરવા, નવીનતા લાવવા અને વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે પ્રેરિત કરવાનો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!