ભરૂચ નગરપાલિકા દ્વારા અંબેમાતા વિદ્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર અંબેમાતા વિદ્યાલય બંબાખાના રોડ ભરૂચ વોર્ડ નંબર-૧,૨,૯ અને ૧૦ માટે સેવાસેતુ કાર્યક્રમ શહેરી ૨.o નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓના લાભો તેમજ હુકમોનું વિતરણ કર્યું હતું.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ તકે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓની માહિતી મેળવી પાત્રતા અનુસાર તેનો લાભ લેવા અને અન્યને પણ લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.સરકારની સેવાઓ અને યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી અને પારદર્શક રીતે પહોંચે તે માટે સેવાસેતુ જેવા કાર્યક્રમો સરકાર દ્નારા યોજવામાં આવે છે.આ કાર્યક્રમમાં વોર્ડ કોર્પોરેટર, નગરપાલિકાના પદાધિકારીઓ, અન્ય મહાનુભાવો લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!