(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પોદાર લર્ન સ્કૂલની વિદ્યાર્થીની ધ્યાની પંચાલે ટ્રેમ્પોલિન એન્ડ ટમ્બલિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.નર્મદા પોદાર લર્ન શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ધ્યાની પંચાલે તમામ વયજૂથની ટ્રેમ્પોલિન અને ટમ્બલિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.શાળા પરિવાર દ્વારા ધ્યાની પંચાલને અભિનંદન પાઠવ્યા હતા.




