રાહુલ ગાંધી અને અન્ય સાંસદ પર મહિલાઓના અપમાનના વિરોધમાં ભરૂચ ભાજપ મહિલા મોરચાનો વિરોધ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય એક સાંસદ પર મહિલાઓના અપમાનના વિરોધમાં રેલવે સ્ટેશન બહાર ધરણા પ્રદર્શનો યોજાયા હતા.

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજમ સામે મહિલાઓના સન્માનને લઈને થયેલા વિવાદના પગલે ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ દરમ્યાન ભાજપનાં મહિલા આગેવાનો અને કાર્યકરો હાથમાં પોસ્ટર લઈને વિરોધમાં જોડાયાં હતાં અને કોંગ્રેસ તથા રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.દિલ્હીમાં 7 ઓક્ટોબર 2026ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષી સાંસદોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.આ ઘટનાને લઈને ભાજપે રાહુલ ગાંધી પર મહિલા પોલીસકર્મીને ધક્કો મારવાનો પ્રયાસ કરવા અને તેમની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ કર્યો હતો. બીજો વિવાદ કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજમ સાથે સંબંધિત છે.તેઓ મણિપુરની ઈનર મણિપુર લોકસભા બેઠકના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં પ્રોફેસર હતા.યુનિવર્સિટીની 11 વિદ્યાર્થિનીઓએ તેમની સામે કથિત જાતીય સતામણી અને ગેરવર્તન અંગે ફરિયાદો કરી હતી.આ બંને મુદ્દાઓને લઈને ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને સંબંધિત કોંગ્રેસી સાંસદ જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!