નેપાળ પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં ભરૂચ આર એસ ફિટનેસના ખેલાડીઓએ 17 મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું

SHARE:

– ભરૂચના ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ, કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમનું ગૌરવપૂર્ણ પ્રદર્શન

ભરૂચ,

નેપાળમાં યોજાયેલી WRPF વર્લ્ડ કપ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભરૂચની આર એસ ફિટનેસ પાવરલિફ્ટિંગ ટીમના ખેલાડીઓએ કુલ 17 મેડલ જીતીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આર એસ ફિટનેસના ચાર ખેલાડીઓ યામિની સોલંકી,આદિત્ય શુક્લા,સારંગ વાઘમોડે અને અમૃત નિરુખેએ ભાગ લઈને પોતાની મહેનત, શિસ્ત અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું.ખેલાડીઓએ પાવરલિફ્ટિંગની મુખ્ય સ્પર્ધાઓ સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સફળતા હાંસલ કરી હતી.

આ ટીમને કોચ હર્ષિલ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખેલાડીઓની સતત મહેનત,નિયમિત તાલીમ, કોચનું માર્ગદર્શન અને ટીમવર્ક આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ રહ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય મંચ પર 17 મેડલની આ સિદ્ધિથી આર એસ ફિટનેસ ભરૂચ અને સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.આ સફળતા અન્ય યુવા ખેલાડીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે.આ પ્રસંગે ગુજરાત સ્પોર્ટ પાવરલિફ્ટિંગ એસોસિઅશન, WRPF India સાથે સંકળાયેલી સંસ્થાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સાથે જ ગુજરાતના પ્રમુખ ફૈઝાન પટેલ અને ભારત તથા એશિયાના પ્રમુખ સુનીલ લોચબનો તેમના માર્ગદર્શન,સહયોગ અને વિશ્વાસ બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

 

કોચ હર્ષિલ પટેલે જણાવ્યું કે આ સફળતા ખેલાડીઓની મહેનત, શિસ્ત,સમર્પણ અને ટીમવર્કનું પરિણામ છે.તેમણે તમામ ખેલાડીઓ,તેમના પરિવારજનો અને સહયોગીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!