દિવાળીના ટાણે જ ભરૂચ બૌડાના ૪ જૂનિયર ટાઉન પ્લાનરની બદલીથી વહીવટી કામગીરી ખોરવાઈ!

SHARE:

– સાઈટના ઉદ્ઘાટન અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરતા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા?

ભરૂચ,

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બૌડામાં જૂનિયર ટાઉન પ્લાનરની બદલી કરવામાં આવતાં વહીવટી કામગીરી પર અસર પડી હોવાની ચર્ચા ઉઠી છે.છેલ્લાં કેટલાંક સમયથી ટાઉન પ્લાનરોની બદલીઓ બાદ હવે જુનિયર ટાઉન પ્લાનરોની બદલીઓ કરવામાં આવતાં વિકાસ પરવાનગીઓની કામગીરી નિયમિત ચાલી રહી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.ખાસ કરીને દશેરા અને દિવાળીના શુભ મૂહુર્તમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા બિલ્ડરો માટે આ સ્થિતી મુશ્કેલીજન બની છે. દશેરા અને દિવાળી જેવા તહેવારો દરમ્યાન બિલ્ડિંગ સાઈટના ઉદ્ઘાટન,નવા પ્રોજેક્ટના પ્રારંભઅને અન્ય વિકાસલક્ષી કામગીરી માટે બિલ્ડરો અગાઉથી તૈયારીઓ કરતૉ હોય છે.જોકે બૌડામાં અધિકારીઓની બદલીઓના કારણે વિકાસ પરવાનગીઓની પ્રક્રિયા ધીમી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.પરવાનગીઓ સમયસર ન મળતાં બિલ્ડરોની યોજનાઓ ખોરવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બૌડામાં અગાઉ ટાઉન પ્લાનરોની બદલીઓ કરવામાં આવી હતી. અને હવે ચાર જુનિયર ટાઉન પ્લાનરોની બદલી થતાં તંત્રની કામગીરીને લઈને સવાલો ઉભા થયાં છે બદલીઓના કારણે જવાબદારીઓની સોંપણી અને કામગીરીના સંકલન પર અસર પડી હોવાને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.વધુમાં કેટલાંકને હજી એક વર્ષનો સમયગાળો પણ પૂર્ણ નથી થયો ને તેમની પુનઃ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

દિવાળી પહેલાં વિકાસ પરવાનગીઓ મળવાની આશા રાખતાં બિલ્ડરોને વિલંબનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે બિલ્ડર લોબીમાં નારાજગી જોવા મળી રહી છે.તહેવારોના શુભ મુહૂર્તમાં પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ વચ્ચે પરવાનગીઓની પ્રક્રિયા અટવાતાં સયમ અને આયોજનને અસર પડવા સાથે બિલ્ડરોને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!