ઝઘડિયા વીજ કંપનીના વારંવારના વીજકાપ અને ટ્રિપિંગથી ગ્રામજનો-ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા

SHARE:

– નવરાત્રિ જેવા તહેવારો અને સાંજે આરતી-રસોઈના સમયે જ ‌ રોજીંદી વીજળી ગૂલ થતા રોષ 

– રજૂઆત કરવા જતાં જુનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ કંપનીની અણઘડ અને બેદરકાર નીતિના કારણે સ્થાનિક રહીશો તેમજ ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.દિવસ દરમ્યાન અસંખ્ય વખત અણધાર્યા વીજકાપ અને સતત થતા ટ્રિપિંગના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.વારંવાર ખોરવાતા વીજ પુરવઠા અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી રહી છે.

તહેવારો અને સાંજ ના સમયે જ અંધારપટ છવાઇ જાય છે, હાલ નવરાત્રિ અને આગામી તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે જ વીજ કંપની દ્વારા કોઈપણ પૂર્વ જાણ વગર વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવે છે.ગામડાઓમાં સંધ્યાકાળે મંદિરોમાં આરતીનો સમય હોય કે પછી ગૃહિણીઓ માટે રસોઈ બનાવવાની વેળા હોય,બરાબર એ જ સમયે વીજળી ગુલ થઈ જતાં મહિલાઓ અને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાય છે.ઉત્સવના માહોલમાં વારંવારના અંધારપટથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.ખેતીવાડી વીજળી પણ અનિયમિત સપ્લાય આવે છે અને સમારકામનો સદંતર અભાવ જણાય રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર રહેણાંક જ નહીં,પરંતુ ખેતીવાડી (એગ્રીકલ્ચર) વીજ પુરવઠો પણ કોઈપણ સમયે અટકાવી દેવામાં આવે છે. સીમ વિસ્તારમાં આવેલા વીજ થાંભલા (પોલ) અને વીજ વાયરો જર્જરિત હાલતમાં હોવા છતાં તેનું સમયસર સમારકામ કે મેઇન્ટેનન્સ કરવામાં આવતું નથી.સહેજ પવન કે તકનીકી ખામી સર્જાતાં જ કલાકો સુધી વીજળી ડૂલ થઈ જાય છે, જેની સીધી અસર ખેતી અને પાક સિંચાઈ પર પડી રહી છે.

સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે વીજ સમસ્યા અંગે જ્યારે ઝઘડિયા વીજ કંપનીની કચેરીએ ફરિયાદ કરવામાં આવે છે,ત્યારે જુનિયર એન્જિનિયર ની વી.વી.રાજપૂત સહિતના જવાબદાર અધિકારીઓ સંતોષકારક કામગીરી કરવાને બદલે પ્રજાજનો સાથે ઉદ્ધત અને બેદરકારીભર્યું વર્તન કરે છે. વીજ કાપ બાબતે એવો જવાબ આપવામાં આવે છે કે ટ્રિપિંગ થાય છે તે અમે નથી કરતા જેટકો વડોદરા ઝોન માંથી ટ્રિપિંગનો ટાઈમ નક્કી કરવામાં આવે છે અમારા હાથમાં કશું હોતું નથી આવો બિન જવાબદારી ભર્યા જવાબ આપવામાં આવે છે, જો બધું જ ટ્રિપિંગ વડોદરાથી થતું હોય તો ઝઘડિયા ની આજુબાજુ ના રાણીપુરા લીમોદરા નાનાસાજાં મોટાસાજાં ઉચેડિયા ગોવાલી બોરીદરા ખરચી જેવા ગામડામાં જ કેમ ટ્રીપિંગ કરવામાં આવે છે.ઝઘડિયા શહેર વિસ્તારમાં કેમ ટ્રીપિંગ કરવામાં આવતું નથી, વીજ કંપનીના અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સાંભળવાને બદલે અધિકારીઓ ઉડાઉ જવાબો આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી રહ્યા છે.

જો વીજ કંપની દ્વારા ઝઘડિયા પંથકમાં નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને જર્જરિત લાઈનોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં નહીં આવે, તો ગ્રામજનો અને ખેડૂતો ભેગા મળી વીજ કચેરી ખાતે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

ઝઘડિયા ડીજીવીસીએલ કચેરી માં આવતું ગોવાલી સબ સ્ટેશન પર ગતરોજ ગ્રામજનોએ અલ્લાબોલ કર્યો હતો નાના સાંજા ગોવાલી ખરચી અને બોરીદરા ગામોમાં સાંજના સમયે રોજિંદી વીજ પ્રવાહને ટ્રીપીંગ આપતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, રોજિંદા વીજ પ્રવાહના ટ્રિપિંગ થી ત્રાસેલી મહીલાઓ સહીત ગ્રામજનોએ ગોવાલી સબ સ્ટેશન પર હલ્લાબોલ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!