આમોદમાં કેમિકલ વેસ્ટ ઢોળાવવાની ઘટનાઓથી પોલીસની હેઝાર્ડ કેમિકલ વેસ્ટ ભરેલી ગાડીઓ સામે લાલ આંખ

SHARE:

– જાહેરમાર્ગ પર કેમિકલ વેસ્ટ ઢોળાતા પોલીસની કાર્યવાહીથી કંપની સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો

ભરૂચ,

આમોદમાં દહેજની વિવિધ કંપનીઓમાંથી હેઝાર્ડ કેમિકલ વેસ્ટ ભરીને જંબુસર તાલુકાના મંગણાદ તરફ જતાં વાહનોમાંથી રસ્તા પર કેમિકલ વેસ્ટ ઢોળાવાની ઘટનાઓ સામે આવતા આમોદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ ઢોળાતાં વાહનચાલકો ઉપરાંત મનુષ્યો, પશુ-પક્ષીઓના જીવન સામે જોખમ ઊભું થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસે ત્રણ અલગ-અલગ ટ્રકના ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દહેજની વિવિધ કંપનીઓ માંથી હેઝાર્ડ વેસ્ટ ભરીને મંગણાદ તરફ જતાં વાહનો માંથી કેમિકલ વેસ્ટ રસ્તા પર ઢોળાતું હોવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બનાવોમાં ટ્રકચાલકોની બેદરકારીને પગલે જાહેર માર્ગ પર જોખમી પરિસ્થિતિ ઊભી થતી હોવાના આધારે પોલીસે કાર્યવાહી કરી આગળની તપાસ હાથધરી હતી.

બીજી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે દહેજ સ્થિત M.S. Roha Dyehem Pvt. Ltd. કંપની માંથી હેઝાર્ડ વેસ્ટ ભરીને મંગણાદ તરફ જતી ટ્રક નંબર GJ 09 Z 1837 માંથી કેમિકલ જેવું પ્રવાહી રસ્તા પર ઢોળાતું હોવાની ઘટના સામે આવી હતી.જે ટ્રકમાં સૂકો અને લીલો કેમિકલ વેસ્ટ ભરેલો હતો.ટ્રકના પાછળના ભાગમાંથી કેમિકલ જેવું પ્રવાહી રસ્તા પર ઢોળાતાં જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ મનુષ્યો અને પશુ-પક્ષીઓના જીવન સામે જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.આ મામલે પોલીસે ટ્રકચાલક યોગેશ રામજી બાંભણિયા ઉ.વ.૩૮ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બીજી ઘટના તા.૨૪ સપ્ટેમ્બરના રોજ બની હતી. દહેજ સ્થિત M.S. BVC Specialist Pvt.લટડ કંપની માંથી ટ્રક નંબર GJ 16 AW 5979માં હેઝાર્ડ વેસ્ટની જમ્બો બેગ ભરીને મંગણાદ તરફ લઈ જવામાં આવી રહી હતી.આ દરમ્યાન હેઝાર્ડ વેસ્ટ ભરેલી જમ્બો બેગ માંથી કેમિકલ લીકેજ થતું હોય અને કેમિકલ પ્રવાહીમાંથી દુર્ગંધ આવતી હોય અને પર્યાવરણને નુકશાનકારક હોય પોલીસે ટ્રકચાલક વિકાસ દુર્ગા પ્રસાદ મિસ્ત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.ત્રીજી ઘટના તા.૨૮ મી સપ્ટેમ્બરના રોજ બની હતી. દહેજ સ્થિત મેઘમણી કંપનીમાંથી ટ્રક નંબર GJ 2 ZZ 3761માં હેઝાર્ડ વેસ્ટ ભરીને મંગણાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

રાત્રિના સમયે ટ્રક માંથી કેમિકલ વેસ્ટ રસ્તા પર ઢોળાતાં જાહેર માર્ગ પર જોખમ ઊભું થયું હતું.આ મામલે પોલીસે ટ્રકચાલક સોમાભાઈ પ્રતાપભાઈ પગી ઉં.વ ૨૪ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

– જોખમી કેમિકલ વેસ્ટના પરિવહનમાં બેદરકારીને કારણે કંપની સત્તાધીશો સામે કાર્યવાહી જરૂરી

દહેજની ઔદ્યોગિક કંપનીઓ માંથી નીકળતા હેઝાર્ડ વેસ્ટનું પરિવહન કરતી વખતે યોગ્ય તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.વાહનોમાંથી જોખમી કચરો કે કેમિકલ જેવું પ્રવાહી રસ્તા ઉપર વારંવાર ઢોળવવાની ઘટનાથી આમોદ નગરજનો તેમજ અન્ય વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે.આ ઉપરાંત,આવા કચરાથી પર્યાવરણ,જમીન, પાણી અને જીવસૃષ્ટિ પર પણ વિપરીત અસર થવાની સંભાવના રહે છે.

આમોદ વિસ્તારમાં બનેલી આ ત્રણ ઘટનાઓને પગલે પોલીસે સંબંધિત ટ્રકચાલકો સામે ગુના નોંધી તપાસ શરૂ કરતા કંપની સત્તાધીશોમાં હાલ તો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે હેઝાર્ડ વેસ્ટનું પરિવહન કરતી વખતે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જાહેર માર્ગ પર જોખમી કચરો ન ઢોળાય તે જરૂરી બન્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે હેઝાર્ડ વેસ્ટનું પરિવહન કરતી કંપનીઓ અને વાહનચાલકો દ્વારા સુરક્ષાનાં નિયમોનું કેટલું પાલન કરવામાં આવે છે અને આવી ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા આગળ કેવાં પગલાં લેવામાં આવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!