આમોદના ઈખર-મેસરાદ કેનાલ માર્ગે 90 વર્ષના વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર!

SHARE:

– મોતનું રહસ્ય ઘેરાયું, પેનલ પોસ્ટમોર્ટમથી ખુલશે હકીકત?

ભરૂચ,

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામ નજીક ઇખર-મેસરાદ કેનાલ માર્ગ પરથી 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધનો મૃતદેહ આવી શંકાસ્પદ અને ગંભીર હાલતમાં મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે.આખરે 90 વર્ષીય વૃદ્ધનું મોત કયા સંજોગોમાં થયું? તેમનો મૃતદેહ સળગેલી હાલતમાં કેવી રીતે મળી આવ્યો? આ દુઃખદ ઘટનામાં કોઈ અન્ય પાસું છુપાયેલું છે કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે? આવા અનેક સવાલોના જવાબ હાલ પોલીસ તપાસના વિષય બન્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇખર ગામના કુંભારવાડી વિસ્તારમાં રહેતા મહોમદ યુસુફભાઈ પટેલનો મૃતદેહ ઈખર-મેસરાદ કેનાલ માર્ગ પરથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ મથકના પીઆઈ આર.બી. કરમટીયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથધરી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.વૃદ્ધના મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.જ્યારે ગામમાં પણ આ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.સૌથી મોટો સવાલ એ છે કે 90 વર્ષીય વૃદ્ધનો જીવ કઈ રીતે ગયો અને તેમનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવવા પાછળનું સાચું કારણ શું છે? ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથધરી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પર સૌની નજર ટકેલી છે. મૃતકનું મોત અકસ્માતે થયું છે,અન્ય કોઈ કારણ જવાબદાર છે કે ઘટનામાં કોઈ શંકાસ્પદ પાસું છે,તે અંગે હાલ કોઈ અંતિમ તારણ પર પહોંચવું વહેલું ગણાશે. આ ઘટનામાં માત્ર મૃતદેહ મળવાની નોંધ કરીને અટકી જવાને બદલે વૃદ્ધના મોતનું સાચું કારણ શોધવું અત્યંત જરૂરી છે.પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ,જરૂરી પુરાવા અને પોસ્ટમોર્ટમના તારણોના આધારે સમગ્ર હકીકત સ્પષ્ટ કરવામાં આવે તે જરૂરી છે.90 વર્ષીય વૃદ્ધના મોત પાછળનું રહસ્ય ક્યારે ઉકેલાશે અને પરિવારને હકીકત ક્યારે જાણવા મળશે, તે હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!