દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના મનુબર ગામ નજીક આઈસર ટેમ્પો અને કારને અકસ્માત નડતા વડોદરાના PSI સહિત ત્રણના મોત

SHARE:

– વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલ સહિત પાર્થ પટેલ અને અસફાક મોનીનનો મૃતકમાં સમાવેશ

– અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો : પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ કાર્યવાહી હાથધરી 

ભરૂચ,

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં વડોદરામાં ફરજ બજાવતા 27 વર્ષીય PSI યશ પટેલનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મનુબર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કાર ટેમ્પા સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મિત્રોનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

મૃતકોમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે.જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂચ આવી રહ્યા હતા તે દરમ્યાન મનુબર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી ખાઈ ગઈ હતી અને વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે.ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. એક તરફ યુવાન PSI સહિત ત્રણ મિત્રોનાં મોતથી શોકનો માહોલ છવાયો છે,તો બીજી તરફ ફરાર ટેમ્પો ચાલકને શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!