ભાલોદ ગામે નર્મદા નદીના કિનારે જવારાુંનું શ્રદ્ધાભેર વિસર્જન કરાયું

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે દશેરાના પાવન પર્વે જવારાુંની શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નવરાત્રીના પ્રારંભથી માતાજીના જવારાુંનું સ્થાપન કરવામાં આવ્યું હતું. નવ દિવસ સુધી ભક્તો દ્વારા જવારાુંની પૂજા-અર્ચના અને આરાધના શ્રદ્ધાભેર કરવામાં આવી હતી.‌ભાલોદ ગામમાં વિવિધ સ્થળોએ તેમજ ભાથીજી મહારાજના મંદિરે જવારાુંનું સ્થાપન કરી નવ દિવસ સુધી ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતાં દશેરાના પાવન દિવસે ભાથીજી મહારાજના મંદિરેથી જવારાુંની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગામના વિવિધ માર્ગો પરથી પસાર થતી શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

ત્યારબાદ જવારાુંને નર્મદા નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પરંપરાગત ધાર્મિક વિધિ મુજબ શ્રદ્ધાભેર જવારાુંનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ રીતે ભાલોદ ગામમાં નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!