દિવાળી પહેલા ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા વિકાસકાર્યોને વેગ : વોર્ડ નં.4 માં 1.66 કરોડના ખર્ચે બે માર્ગોના નવીનીકરણ અને નિર્માણકાર્યોનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ

SHARE:

ભરૂચ,

દીવાળીના તહેવારો પહેલાં ભરૂચ શહેરમાં વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે.ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં 1.66 કરોડના ખર્ચે બે માર્ગોના નવીનીકરણ અને નિર્માણકાર્યોનો પ્રારંભ કરાયો છે.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત જૂની મામલતદાર કચેરીથી શ્રીજી કૃપા સોસાયટી અને ત્યાંથી લિંક રોડ સુધીના માર્ગો તૈયાર કરવામાં આવશે. માર્ગોની બંને બાજુ પેવર બ્લોક લગાવવા ઉપરાંત વીજળીકરણની સુવિધા પણ વિકસાવવામાં આવશે.એકતાનગર આસપાસ ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની વ્યવસ્થા કરવાનું પણ આયોજન છે.

રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને ફાળવવામાં આવેલી 10 કરોડની ગ્રાન્ટ હેઠળ આ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે.ખાતમુહૂર્ત પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, હેમેન્દ્ર પ્રજાપતિ અને દિવ્યેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!