ભરૂચ શહેર શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ‘ખોડલધામ દિવાળી ધમાકા એક્ઝિબિશન’નું ભવ્ય આયોજન : ખરીદી સાથે મળશે આકર્ષક ભેટો

SHARE:

ભરૂચ,

આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને શ્રી ખોડલધામ ભરૂચ શહેર શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા બે દિવસીય ‘દિવાળી ધમાકા એક્ઝિબિશન’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન તા. ૨૪ અને ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ભરૂચ ખાતે સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાશે.મુલાકાતીઓ સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખરીદીનો લાભ લઈ શકશે.આ એક્ઝિબિશનમાં એક જ સ્થળેથી તહેવારને અનુરૂપ તમામ ખરીદી કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લેટેસ્ટ ટ્રેન્ડના ફેશન વસ્ત્રો, સાડી, ડ્રેસ મટિરિયલ, ફેશન જ્વેલરી, વિવિધ એસેસરીઝ, દિવાળીની સજાવટની સામગ્રી તથા હોમ ડેકોર સહિતની અનેકવિધ આકર્ષક વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે.આયોજકો તરફથી મળેલી માહિતી અનુસાર, ગ્રાહકો માટે ખરીદીની સાથે આકર્ષક ભેટો પણ રાખવામાં આવી છે.જેમાં ૨૫૦૦ થી ૫૦૦૦ સુધીની ખરીદી પર ખાસ આકર્ષક ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક દિવાળી ટિકિટ પર પણ વિશેષ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!