10 વર્ષીય ગુમ બાળકને પોલીસે શોધી સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપી સુખદ મિલન કરાવ્યું

SHARE:

ભરૂચ,

પરિવારથી વિખૂટા પડેલા 10 વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસની સતર્કતા, ઝડપી પ્રતિસાદ અને માનવતાભર્યા અભિગમને પગલે ચિંતિત પરિવારને રાહત મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના મકતપુર વિસ્તારમાં નવી ફળિયામાં રહેતા સુરેશભાઈ દેવાસીનો 10 વર્ષીય પુત્ર લક્ષ્મણ ગત 21 ઓક્ટોબરના રોજ સવારે આશરે 8થી 9:30 વાગ્યાની વચ્ચે ઘરેથી ક્યાંક જતો રહ્યો હતો.બાળક ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા.આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બાળકની શોધખોળ માટે ભરૂચ શહેરનાં એ,બી અને સી ડિવિઝનની ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

જ્યારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. ડામોર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે બનાવ સ્થળ અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસી શોધખોળ હાથધરી હતી.દરમ્યાન બાળક અંકલેશ્વર GIDC વિસ્તારમાં સાઈકલ લઈને ફરતો હોવાની માહિતી મળતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.ડી.ડાંગર અને તેમની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં તપાસ તેજ કરી હતી.

આખરે અંકલેશ્વર GIDCના યોગી એસ્ટેટ રોડ પર ગણેશ પાર્ક સોસાયટીની બાજુ માંથી બાળક હેમખેમ મળી આવ્યો હતો. પોલીસે બાળકને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!