ભરૂચમાં વોર્ડ નં.૭માં ભાજપના નામે નગર સેવકો તર્યા!!! : દિવાળીના તહેવાર ટાણે જ સુથિયાપુરામાં ગટરની કામગીરી વચ્ચે નર્કાગારની સ્થિતિથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય

SHARE:

– સુથિયાપુરા વિસ્તારના લોકોએ પોતાના બાળકોને રાત્રીએ અંધારપટ અને ઉંડી ગટર તેમજ ગંદકીના સામ્રાજયથી ઘરમાં રહેવા મજબુર : સ્થાનિક નગર સેવકો ડોક્યુ પણ કરવા નથી આવતા 

ભરૂચ,

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં.૭માં નગર પાલિકાના પ્રમુખ રહી ચુકેલા સુરભીબેન તંમાકુવાળાએ પોતાના જ વોર્ડમાં ૧૦ કરોડ રૂપિયા વાપરયા હોવા છતાં અને તેમાંય સુથિયાપુરા વિસ્તારની ગટરમાં કામગીરી કરતી વેળાએ સીમેન્ટ કપચી ઉખડતાં કામગીરી ગુણવતા યુકત ન થતી હોય અને ભ્રષ્ટાચારની બુમો ઉઠવા કામ બંધ કરી દીધું હતું અને પ વર્ષ બાદ પુનઃ કામગીરી શરૂ કરી સ્થાનિકોને રોગચાળામાં સપડાવવા અને ગંદકીના સામ્રાજયના ઢગલાઓથી નવરાત્રી અને ત્યાર બાદ દિવાળીના તહેવારમાં પણ લોકોએ ગંદકીમાં જ કરવી પડે તેવી દહેશત વચ્ચે સ્થાનિક લોકો મેદાનમાં ઉતર્યા છે.

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં.૭માં નગર સેવક રાકેશ કહાર, ચેતન રાણા,સુરભીબેન તંમાકુવાલા તથા ઉપાસના સોલંકી સહિત ચાર લોકોની પેનલ ભાજપના નામે પુનઃ તરી આવી પરંતુ આ વોર્ડનાં મહિલા નગર સેવક પ્રમુખ પદ ઉપર હતા.ત્યારે તેમને નગર પાલિકામાં પોતાના જ વોર્ડમાં ૧૦ કરોડનું કામ કરાવ્યું હોય અને તેમાંય સુથિયાપુરા વિસ્તારની ગટરમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય અને ગટરની રેતી, સિમેન્ટ, કપચી ઉખડતી હોવાના કારણે કામગીરી અધુરી છોડયા બાદ લાખ્ખો રૂપિયાની ભ્રષ્ટાચાર યુકત ગટરનું કોકરેટ તોડી પુનઃ ૭૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર બ્લોક ગટર (પ્રિ–ક્રાસ) બનાવવાની કામગીરી છેલ્લા ઘણાં સમયથી ગોકુળગતિએ થઈ રહી છે.જેના કારણે ખુલ્લી ઊંડી ગટર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ સાથે રાત્રીએ અંધારપટના કારણે સ્થાનિકોએ પોતાના બાળકો સાથે ઘરમાં પુરાઈ રહેવાની નોંબત આવતી હોવાના પગલે સ્થાનિકો મેદાનમાં ઉતરી સ્થાનિક નગર સેવકો ડોકયું કરવા શુધ્ધા આવતા ન હોય અને નવરાત્રીમાં પણ આજ ગંદકીના સામ્રાજયથી લોકો નદી કાંઠે માતાજીના જવારા પણ ગંદકીમાં રહી લઈ ગયા હોય અને ૧પ દિવસ બાદ દિવાળી હોય જેના કારણે સ્થાનિકોએ દિવાળી પણ ગંદકીના સામ્રાજયમાં જ કરવાનો વારો આવે તેમ લાગતા સ્થાનિકોએ મેદાનમા ઉતરી પોતાનો બળાપો કાઢયો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ચોમાસાની સીઝનમાં આજ વોર્ડમાં ખુલ્લી ગટરમાં એક રાહદારી ખાબકી જવાના કારણે તેનો મૃતદેહ બીજા દિવસે સવારે દાંંડીયાબજાર પોલીસ ચોકી ખાતેથી નીકળી આવતા સ્થાનિકોએ નગર પાલિકામાં હલ્લાબોલ કરતાં નગર પાલિકાએ પોતાની તિજોર માંથી લાખો રૂપિયા આપવાની નોંબત આવી હતી ત્યારે નગર પાલિકાના નગર સેવકો, એન્જીન્યર તેમજ કોન્ટ્રાકટરની લાપવાહીના કારણે નિર્દોષ લોકોનો જીવ જઈ રહી હોય અને નગરસેવકો માત્રને માત્ર ભાજપના જ નામે ચૂંટાઈને આવતાં નગર સેવકો સામે હવે લોકોમાં ભારે ફીટકાર વરસી રહ્યો છે.

ભરૂચ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના નગરસેવક સુરભી તમાકુવાલા અનેના પૂર્વ ચેરમેન અને હાલના નગરસેવક રાકેશ કહારના વોર્ડમાં ગટર બનાવવામાં ગોબાચારી થઈ હોવાના આક્ષેપ સાથે ગટરની કામગીરી અધુરી છોડી દેવાઈ હોય અને હવે તે જ કામગીરી માટે પુનઃ ૭૦ લાખ રૂપિયા મંજુર કરી બ્લોક ગટર અને રોડનું કામ કરવા માટે કામ ચાલુ હોય જે સ્થાનિક લોકો માટે રોગચાળાને આમંત્રણ અને શાળાએ જતાં બાળકો માટે ખુલ્લી ગટર જોખમી બની જતાં અને દિવાળી પણ ગંદકીમાં જ વિતાવવી પડે તેવી સ્થિતિમાં પાલિકા ગંદકી દૂર કરશે કે કેમ? તેવા સવાલો હાલ ઉભા થઈ ગયા છે.સુથિયાપુરા વિસ્તારમાં બ્લોક ગટરનુંં કામકાજ ચાલે છે અને ગંદકીના સામ્રાજયની ફરીયાદ છેલ્લા ૧ અઠવાડીયાથી ઉઠી રહી છે જેના કારણે હાલમાં પણ દુર્ગંધથી લોકો પરેશાન હોય અને મીડીયાના માધ્યમથી જાણ થતાં હાલ રોડ ઉપરનો તમામ ગંદકીનો કચરો કોન્ટ્રાકટરને કહી ટ્રેકટર મારફતે ભરાવીને લોકોને તકલીફ ન પડે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા હોવાનું ચીફ ઓફીસર હરીશ અગ્રવાલે કહ્યું હતું.

તો ભરૂચ નગર પાલિકામાં ભાજપના જ પદાધિકારીઓની ચેરમેનોની વરણીમાં અંદરો અંદર વિખવાદના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રથમ નગર પાલિકા સામાન્ય સભામાં સતાપક્ષે પોતાની મનમાની કરી અધુરી સભા છોડી ભાગી જતાં મામલો સુરત પ્રાદેશિક કમિશ્નર કોર્ટમાં પહોંચતા તમામ સભ્યોને સુરત કોર્ટનું તેડું ર૯મીનું મળ્યું છે.પદાધિકારીઓના ડખ્ખા જ ભાજપને ડુબાડશે અને સતાપક્ષના સભ્યોના વોર્ડમાં જ થયેલા કામો ઉપર પુનઃ કામો માટે લાખ્ખો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહયું છે અને તેના જ કારણે નગર પાલિકા દેવામાં ડૂબી રહી છે તેમ પૂર્વ વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદે કહ્યું હતું.ભરૂચ નગર પાલિકાની હદમાં સ્વચ્છતા નામે ફોટો સેસન્સ થતું હોય પરંતુ અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી હોય તેમ ગંદકીના સામ્રાજયથી ખુલ્લી ગટરોમાં પાણી ભરાઈ રહેતા હોવાના કારણે રોગચાળાએ માથુ ઉચકતા નગર પાલિકાની લાપરવાહીના કારણે ભરૂચવાસીઓ ગંભીર રોગચાળામાં સપડાઈ રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!