પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ૧,૭૦,૧૪૧થી વધુ ખેડૂતોને ૩,૪૫૪ લાખની સહાય દ્વારા અપાશે

SHARE:

ભરૂચ,

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ૧,૭૦,૧૪૧ ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં ૩,૪૫૪.૦૦ લાખની સહાય DBT દ્વારા જમા કરાશે.ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો માનનીય વડાપ્રધાનશ્રી ધ્વારા આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બનાસકાંઠા, ગુજરાત ખાતેથી યોજાનાર કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ ૧,૭૦,૧૪૧ ખેડૂત લાભાર્થીઓને ૩,૪૫૪.૦૦ લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને નિયમોનુસાર વાર્ષિક ૬,૦૦૦ની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ સહાય ખેડૂતોને ખેતીને લગતા ખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પણ ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયતની બેઠક દીઠ બે તથા જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે અને યોજનાની માહિતી તથા કાર્યક્રમનો લાભ મેળવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સૌ ખેડૂતમિત્રોને અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!