એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું : 2.62 કિમીની ઈકો-ટ્રેઈલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન

SHARE:

– ‘ટ્રેઈલ ઑફ યુનાઈટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝોન વિકસાવાયા
– રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઑક્ટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઈકો-ટ્રેઈલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા નિહાળ્યા બાદ હવે એકતાનગરના પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પણ અનુભવી શકશે.એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે.અહીં 2.62 કિલોમીટર લાંબી અનોખી ફોરેસ્ટ ઈકો-ટ્રેઈલ વિકસાવવામાં આવી છે. ‘ટ્રેઈલ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા’ નામની આ ઈકો-ટ્રેઇલમાં પ્રકૃતિ, વન્યજીવન, મહિલા સશક્તિકરણ, યુવા, ભારતીય વારસો અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળશે. આગામી 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસન આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે.સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટીએ લીમડી ગામ ઈકો-ટ્રેઈલ વિકસાવી છે.જે પ્રવાસીઓને પ્રકૃતિની વચ્ચે ફરવાની સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપશે.
‘ટ્રેઈલ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા’ની વિશેષતા તેના પાંચ થીમેટિક ઝોન છે.વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતા—આ પાંચ વિષયોને કેન્દ્રમાં રાખીને ટ્રેઈલ પર વિવિધ થીમ આધારિત પ્રદર્શનો અને કલાત્મક શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે.આ ઝોન પ્રવાસીઓને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝાંખી કરાવશે.
આ ટ્રેઈલ પર્યટકો માટે પ્રકૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જોડતો એક વિશિષ્ટ અનુભવ બની રહેશે. પ્રવાસીઓ લીલાંછમ જંગલો વચ્ચે પગપાળા ભ્રમણ કરતાં વિવિધ થીમ આધારિત સ્થાપત્યો નિહાળી શકશે તેમ જ પ્રકૃતિ સાથે સમય વિતાવી શકશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!