Fight Against Drugs’ થીમ સાથે નેશનલ મોટરસાયકલ રેલીનું નર્મદા જિલ્લામાં ઉષ્માભર્યું સ્વાગત

SHARE:

– એકતાનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂલોની વર્ષા સાથે રેલીનું અભિવાદન કરાયું

– રેલીમાં ઉપસ્થિત સૌએ નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લઈને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણીમાં સહભાગી થનાર નેશનલ મોટરસાયકલ રેલી-૨૦૨૬ ‘Fight Against Drugs’ (નશા વિરુદ્ધ જંગ) ની થીમ સાથે ગતરોજ નર્મદા જિલ્લામાં આવી પહોંચતા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂના રાજુવાડિયા ગામે નર્મદા પોલીસ વિભાગ દ્વારા રેલીના સહભાગીઓનું સ્વાગત કરાયું હતું.ત્યાર બાદ રેલી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂલોની વર્ષા સાથે રેલીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

દેશને નશામુક્ત બનાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં દેશના વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો સહભાગી થયા છે. રેલીના માધ્યમથી નશા મુક્ત કરવા અંગે જાગૃતિ ફેલાવવા તેમજ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ પ્રસંગે રેલીમાં સિક્કિમ પોલીસ વિભાગ તરફથી જોડાયેલા અનિલકુમારે જણાવ્યું હતું કે તેઓ તા. ૧૩ ઓક્ટોબરથી આ રેલીમાં જોડાયા છે.નોર્થની ટીમ પશ્ચિમ બંગાળમાં એકત્રિત થયા બાદ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત થઈને એકતાનગર પહોંચી હતી.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ દેશને નશામુક્ત બનાવવાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.દેશના વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો આ અભિયાનમાં જોડાઈને નશામુક્તિ અંગે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.રેલીના આગમન પ્રસંગે ઉપસ્થિત સૌએ નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લઈને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!