– દેશના 13 કરોડ અને ગુજરાતના 84 લાખ મતદારોના મતો કપાયા છે : દેશની વસ્તીના 14 ટકા મતો મતદારયાદી માંથી ગાયબ થઈ ગયા છે : દિવાળી પછી ગામડે ગામડે આ અભિયાન લોકો સુધી પહોંચાડાશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વોટ બચાવો દેશ બચાવો અંતર્ગત કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસની પત્રકાર પરિષદ મળી હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા,ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી નિરીક્ષક ચારુલતા ટોક્સ,જિલ્લા પ્રમુખ રણજીત તડવી સહીત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પ્રદેશ નિરીક્ષક ચારુલતા ટોક્સ અને કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે મત બચાવો દેશ બચાવો અભિયાન કોંગ્રેસ સમગ્ર દેશની અંદર અભિયાન ચલાવી રહી છે ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા ભાજપ માટે કામ કરે છે. વોટ ચોરી પ્રકરણ બહાર આવ્યા પછી આમ જનતામાં ભારે આક્રોશ છે.કોંગ્રેસને દેશની જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
જ્યાં સુધી જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ જંપીને બેસવાની નથી. દેશની જનતા જાણી ચૂકી છે કે દરેક રાજ્યમાં જે રીતે ચૂંટણી થઈ છે એ વોટ ચોરી કરીને ચૂંટણી જીતેલી છે.
દેશના 13 કરોડ અને ગુજરાતના 84 લાખ મતદારોના મતો કપાયા છે.દેશની વસ્તીના 14 ટકા મતો મતદારયાદી માંથી ગાયબ થઈ ગયા છે. મતદાનના દિવસે જ મતદારોના નામ મતદાર યાદી માંથી કપાઈ જાય છે અને મતદારોને વંચિત રાખવાનું ષડયંત્ર ચૂંટણી પંચે કર્યું છે કોંગ્રેસ આ મુદ્દાને ગામડે ગામડે સુધી લઈ જશે અને લોકોને જાગૃત કરશે.2017 ની વિધાનસભાની ચૂંટણીમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. એના કારણે પણ સત્તા પરિવર્તન નિશ્ચિત થશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યોહતો.1 લી નવેમ્બરે રામલીલા મેદાનમાં કોંગ્રેસનું મહાસંમેલન થશે સંવિધાનમાં મતાધીકારનો મત આપવાનો અધિકાર છે તે બધાને મળવો જોઈએ.
ભારત દેશના 13 કરોડ કપાયા છે બહુ ગંભીર અને ચિંતાજનક બાબત છે ગુજરાતમાં 84 લાખ વોટ કપાયા છે કોંગ્રેસ આ અંગે તપાસ કરશે અને લોકો સુધી સાચી માહિતી પૂરી પાડશે. દિવાળી પછી ગામડે ગામડે આ અભિયાન લોકો સુધી.પ્હોચાડશે.ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આગળની જેટલી પણ ચૂંટણીઓ થઈ છે એમાં ભાજપે આપેલા વાર વાયદાઓ પૂરા કર્યા નથી. અમારી માંગણી છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે અને પારદર્શક રીતે થવી જોઈએ.



