વાગરાની આરોગ્ય ચોકડી નજીક બે બાઈક સામસામે અથડાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત

SHARE:

– 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ રીફર કરાયા

ભરૂચ,

વાગરાની આરોગ્ય ચોકડી નજીક આવેલા આદિલ રેસ્ટોરન્ટની સામે બે બાઈક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈક પર સવાર કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઈજાગ્રસ્તોને વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા.બીજી તરફ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.આરોગ્ય ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતે વાહન ચાલકોની સુરક્ષા અને માર્ગ પર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે ફરી સવાલો ઊભા કર્યા છે.સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી,પરંતુ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!