ભરૂચ નગરપાલિકા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી મેળાનું આયોજન કરાયું

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં 10 દિવસ માટે સ્વદેશી મેળો શરૂ કરાતા આ મેળામાં 50 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે.જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના ડાયરેક્ટર મહેશ જાની અને જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવહાણેએ રિબન કાપીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરી આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં કુલ 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તહેવારોના દિવસોમાં સ્થાનિક મહિલાઓ અને શહેરી ફેરિયાઓ ને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તેમજ તેમની આવકમાં વધારો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.સ્વદેશી મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ બનાવટો અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે તક ઊભી કરવામાં આવી છે.સાથે જ શહેરી ફેરિયાઓને પણ પોતાના વ્યવસાયને આગળ વધારવા અને ગ્રાહકો સુધી પહોંચવા માટે મંચ પૂરું પાડવામાં આવ્યું છે.તહેવારોના સમયગાળામાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ વસ્તુઓની ખરીદી કરવાની તક મળશે, જ્યારે સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે.સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવા, મહિલાઓને સ્વાવલંબી બનાવવા અને નાના વ્યવસાયકારોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના ઉદ્દેશથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વિજય મકવાણા, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અન્ય મહાનુભાવો તેમજ સ્વ સહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!