જંબુસરની કાવા ભાગોળ પ્રાથમિક શાળાના શિક્ષક મનોજકુમાર રાણાને સ્વૈચ્છિક નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય આપવામાં આવી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવાભાગોળ પ્રાથમિક શાળા, જંબુસર ખાતે આજે ગુરુવારે અત્રેની શાળામાં ફરજ બજાવતા શિક્ષક મનોજકુમાર પુષ્પકલાલ રાણાની સ્વૈચ્છિક નિવૃત્તિ અંતર્ગત એક ભવ્ય વિદાય શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને આમંત્રિત મહેમાનો દ્વારા શ્રી મનોજકુમાર રાણાને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ બદલ સન્માનિત કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત શાળા પ્રાંગણ ખાતે રાજ્ય શિક્ષક સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં ટીપીઓ વિપુલભાઈ, ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર મહામંત્રી બ્રિજેશભાઈ રાહુલભાઈ મોરી ભાઈલાલભાઈ, કૃપાચાર્ય સ્મિતાબેન કલસ્ટર વિશાલભાઈ પટેલ માજી ટીપીઓ ઉમેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ વિજયભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો અને ઉપસ્થિત મહેમાનો અને હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાબ્દિક સ્વાગત દ્વારા કરાયું અને ભારતીય સંસ્કૃતિ અનુસાર પુષ્પગુચ્છ થી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ કાવા ભાગોળ પ્રાથમિક શાળા આચાર્ય મનોજભાઈ પુષ્પકભાઈ રાણાના સન્માન પત્ર વાંચન કાર્ય કિર્તીબેન મકવાણા દ્વારા કરી જિંદગીનો ચિતાર રજૂ કર્યો હતો.

તારીખ 26 8 1991 ના રોજ ઓલપાડ તાલુકાના તેના ગામેથી મનોજકુમાર રાણાએ કારકિર્દીની શરૂઆત કરી હતી અલગ અલગ જિલ્લાઓ માં નોકરી કરી અને જંબુસર તાલુકાના કલક, ડોલીયા,જંબુસર ખાતે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. અને તેમને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ મનોજકુમાર રાણાની 35 વર્ષની સેવાની ઝાંખી કરાવી શિક્ષક કદી નિવૃત્ત થતો નથી આદર્શ શિક્ષક કોને કહેવાય, અને મનોજભાઈ નો બાળકો અને શિક્ષકો સાથેનો સંબંધ ખૂબ જ ઉમદા રહ્યો છે. કેમ કહી મનોજભાઈના વ્યક્તિત્વની વાત કરી મનોજભાઈએ સખત પરિશ્રમ અને બાળકો માટે ખૂબ જ મહેનત કરી છે એસ.આર.સીમાં પણ ખૂબ જ લાભ આપ્યો છે તેમની કર્મનિષ્ઠાની વાત કરી જુના સંસ્મરણો વાગોળ્યા હતા.મનોજભાઈ રાણાનું સ્વૈચ્છિક નિવૃત્તિ પછીનું જીવન ધાર્મિક સામાજિક કાર્યોમાં પ્રગતિ કરે અને નિરોગી, નિર્ધાર્યું જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી ઉપસ્થિત મહેમાનો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા અને તેમના શૈક્ષણિક કાર્યોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે શાળા પરિવાર આચર્યો,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!