ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા શાસક-વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેના દ્રશ્યો સર્જાયા

SHARE:

– 24 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરી આગામી દિવસોમાં વિકાસના કામો હાથ ધરાશે 

– વિપક્ષ દ્વારા ડોર ટુ ડોર દ્વારા રૂપિયાની માંગણી કરાતી હોવાની ફરિયાદને લઈને કાર્યવાહીની માંગ કરી 

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે શરૂઆતમાં તું તું મેં મેના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે તે બાદ સભામાં મૂકવામાં આવેલા 24 એજન્ડાઓને ચર્ચા સાથે મંજૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ નગરપાલિકાની આ ટર્મની બીજી અને દિવાળી પૂર્વેની અંતિમ સામન્ય સભા સભાખંડમાં પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાની અધ્યક્ષતામાં સામન્ય સભા યોજાઈ હતી.જેના પ્રારંભે રાષ્ટ્ર્રગીત અને ગત સામાન્ય સભાની મિનિટ્સ મંજૂરીના તેમજ ત્રિમાસિક હિસાબના મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે તે બાદ પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા 24 એજન્ડાઓ પર તંદુરસ્ત ચર્ચા સાથે મંજૂરી ની મહોર મારવામાં આવી હતી.વિક્ષેપના પૂર્વ નેતા સમસાદઅલી સૈયદે ડોર ટુ ડોર દ્વારા રૂપિયાની માંગણીની ફરિયાદને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે 14 માં નાણાં પંચની ગ્રાન્ટના મુદ્દે ગઈ ટર્મમાં બનેલ તપાસ કમિટીની કામગીરીના મુદ્દે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પીળી પડી ગયેલ સ્ટ્રીટ લાઈટ સહીત વિવિધના મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો.

તો બીજી બાજુ પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ બહુમતીથી તમામ એજન્ડા મંજુર કરાયા હોવાનું જણાવી રોડ પેચવર્ક, સ્ટ્રીટ લાઈટ, સહીતના જન હિતના કામો આગામી દિવાળી પૂર્વે હાથ ધરાશે તેમ કહી વિપક્ષે 256 હેઠળ કરેલ કાર્યવાહીમાં પ્રાદેશિક માંથી ઠપકો મળ્યો હોવાનું પણ જણાવ્યું હતું.આમ દિવાળી પૂર્વેની સામાન્ય સભાની શરૂઆત તું તું મે મે થી થયા બાદ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!