રાજપારડી નજીક સારસા માતાના મંદિર પાસે બે મોટરસાયકલ અથડાતા મોપેડ ચાલક યુવતી સહિત બન્નેના ચાલકોને ઈજા

SHARE:

– ગુંડેચાની યુવતી ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી કરી ઘરે પાછી ફરતી હતી તે દરમ્યાન રસ્તામાં અકસ્માત થયો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરીએ જઇને પાછી ફરતી એક યુવતીની મોપેડ મોટરસાયકલ સાથે અન્ય મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ગંભીર રીતે ઘવાતા સારવાર માટે લઈ જવાયા હતા.

રાજપારડી નજીક સારસા માતાના મંદિર પાસે સર્જાયેલ આ અકસ્માતની મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ગુંડેચા – ૦૧ ખાતે રહેતી સંજનાબેન સરોજભાઈ વસાવા નામની ૨૦ વર્ષીય યુવતી ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.સાંજના પોતાની મોપેડ મોટરસાયકલ લઈને રાજપારડી આવે છે અને ત્યાં મોટરસાયકલ મુકીને કંપનીની બસમાં નોકરીએ જાય છે.સાંજના તા.૩૦ ના રોજ કંપનીમાં નોકરીએ જઈને રાતના ૧૧ વાગ્યે નોકરીની શિફ્ટ પુરી થતા કંપનીની બસમાં રાજપારડી આવેલ,અને ત્યાંથી મોપેડ લઇને ઘરે આવવા નીકળેલ,તે દરમ્યાન રાજપારડીથી થોડે દુર સારસા માતાના મંદિર પાસે સામેથી આવતી એક મોટરસાયકલ તેની મોટરસાયકલ સાથે અથડાતા સંજના અને અન્ય મોટરસાયકલ ચાલક બન્ને નીચે પડી ગયા હતા.આ અકસ્માતમાં સંજના અને સામેથી આવેલ મોટરસાયકલનો ચાલક બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત બાદ સંજનાની સાથે અન્ય મોટરસાયકલ પર આવતી તેની બહેનપણી ધર્મિષ્ઠાબેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવતા સંજના અને બીજા મોટરસાયકલ ચાલક કમલેશ મહેન્દ્રભાઈ વસાવા રહે.ગામ આમોદ તા.ઝઘડિયાનાને એમ્બ્યુલન્સમાં સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.ત્યાર બાદ બન્ને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત સંજનાબેન વસાવાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!