ખેડૂત સમૃદ્ધિ તરફનું પગલું,સ્વસ્થ સમાજ તરફની પહેલ : ભરૂચ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટનો ભવ્ય શુભારંભ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પરિસરમાં ભરૂચ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને તેમના પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે સીધું બજાર પૂરું પાડવા અને નાગરિકોને શુદ્ધ,સાત્વિક તથા રસાયણમુક્ત ખેતપેદાશો ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુ સાથે ભરૂચ જિલ્લા પંચાયત પતંગણમાં સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટની પહેલ શરૂ કરવામાં આવી છે.જે સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ શરૂ થતા જ શહેરીજનોને શુદ્ધ ખેત પેદાશો આસાનીથી મળી શકશે,પ્રાકૃતિક ખેત પેદાશોનું આરોગ્ય રીતે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ, સૃષ્ટિ સંસ્થા અમદાવાદ, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ, ભરૂચના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રો તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!