ગરૂડેશ્વરના ખડગદા ખાતે અંદાજિત ૧૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવનિર્મિત સિવિલ કોર્ટ ભવનનું ખાતમુહૂર્ત કરાયું

SHARE:

– ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને નર્મદા જિલ્લાના વહીવટી ન્યાયાધીશ ડી.એન.રેના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

– ગરૂડેશ્વરના ન્યાયિક માળખાને મળશે આધુનિક સુવિધાઓ  

– સ્થાનિક નાગરિકોને ઝડપી અને સુલભ ન્યાયિક સેવાઓ પૂરી પાડવા ખડગદા ખાતે નવા કોર્ટ ભવનનું નિર્માણ થશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ખાતે અંદાજિત રૂ. ૧૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવનિર્મિત સિવિલ કોર્ટ ભવનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ તથા નર્મદા જિલ્લાના વહીવટી ન્યાયાધીશ ડી.એન.રેના હસ્તે કોર્ટ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસ.વી. વ્યાસ, ગરૂડેશ્વરના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એચ.તેરૈયા તેમજ પ્રસ્તાવિત ગરૂડેશ્વર તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પી.એચ.પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ખાતે નિર્માણ પામનાર આ આધુનિક સિવિલ કોર્ટ ભવન પાછળ અંદાજિત રૂ. ૧૬.૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કોર્ટ ભવનના નિર્માણનો મુખ્ય હેતુ સ્થાનિક નાગરિકો અને પક્ષકારોને પોતાના વિસ્તારની નજીક જ ઝડપી, સુલભ અને સુવિધાયુક્ત ન્યાયિક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.નવનિર્મિત કોર્ટ ભવનના નિર્માણથી ગરૂડેશ્વર તાલુકાના ન્યાયિક માળખાને વધુ સુદૃઢતા મળશે તેમજ સ્થાનિક નાગરિકોને ન્યાયિક પ્રક્રિયા અને સેવાઓનો લાભ મેળવવામાં વધુ સરળતા રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!