ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધો.1 થી 5 ના નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર વિતરણ

SHARE:

– જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજના હસ્તે કુલ 424 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા
ભરૂચ,
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે ઝાડેશ્વરના બીઆરસી ભવન ખાતે ધોરણ 1 થી 5 ના નવનિયુક્ત વિદ્યા સહાયકો માટે સ્થળ પસંદગી અને નિમણૂક પત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીશા પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમના હસ્તે કુલ 424 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા જ્યારે વિદ્યા સહાયકોની ભરતી થઈ રહી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં 424 વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂકથી આપણા જિલ્લાના યુવાનોને રોજગારીની તકો ઊભી થશે, શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.” આ તકે તેમણે જિલ્લા પંચાયત વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, “આજરોજ ભરૂચ જિલ્લામાં ધોરણ 1 થી 5 ની અંદર 424 જેટલા વિદ્યા સહાયકોની સ્થળ પસંદગી કરાવી હુકમ વિતરણ કરવામાં આવ્યા છે, જેનાથી જિલ્લાના શિક્ષણના સ્તરની ગુણવત્તામાં ચોક્કસ સુધારો થશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વર્ષ 2005 પછી આટલી મોટી માત્રામાં ભરતી થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.” ભરૂચ જિલ્લામાં શિક્ષકોની મોટી ઘટને ધ્યાનમાં રાખી સંવેદનશીલ નિર્ણય લેવા બદલ તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને પ્રિન્સિપલ સેક્રેટરી મિલિંદ તોરવણેનો આભાર માન્યો હતો.ઝાડેશ્વરના BRC ભવન ખાતે આ ઐતિહાસિક ભરતી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!