ભરૂચ શહેરની શોભા વધારવા નવનિર્માણ કરાયેલ કસક સર્કલ પર જાહેરાતનાં બોર્ડ લાગ્યા!

SHARE:

– બોર્ડ લગાવનાર એજન્સીએ પાલિકાની મંજૂરી લીધી કે પછી ગેરકાયદે બોર્ડ લગાવ્યા : પાલિકા કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલ
– સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગ પરના સ્ટ્રીટ લાઈટના થાંભલા પર પણ ઠેર ઠેર બોર્ડ લાગ્યા : વીજ ટ્રાન્સફોર્મરની જાળી પર બોર્ડ લગાવતા આગની ઘટના બને તો જવાબદાર કોણ?
ભરૂચ,
ભરૂચ શહેરની શોભા વધારવા માટે પાલિકા દ્વારા વિવિધ સીએસઆર હેઠળ જુના સર્કલને લાખોના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યા છે.પરંતુ સર્કલ પર જાહેરાતનાં બોર્ડ લાગતા શોભામાં ધટાડો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ સ્ટ્રીટ લાઈટના પોલ પર પણ બોર્ડ લગાવતા પાલિકા તંત્ર ગેરકાયદે બોર્ડ લગાવનાર એજન્સી સામે કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉભા થયા છે.તો
ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. શહેરના માર્ગોને આઈકોનિક રોડ તરીકે જાહેર કરી સુશોભીત કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ શહેરની શોભા વધે તે માટે પાલિકા દ્વારા સીએસઆર હેઠળ વિવિધ કંપનીઓ દ્વારા સર્કલને નવનિર્મિત કરવામાં આવી રહ્યા છે.જેમાં શહેરના પ્રવેશદ્વાર એવા કસક સર્કલને જે બી કેમિકલ,સિફા સર્કલ અને કલેકટર કચેરી નજીકના સર્કલને કે પી ગૃપ દ્વારા, પાંચબત્તી સર્કલ ને પી પી સવાણી યુનિવર્સીટી તેમજ શક્તિનાથ સર્કલને બિલ્ડકોન એલએલપી અને બંબાખાના સર્કલને જીએફએલ કંપની દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ સર્કલની શોભા વધી રહી હતી.પરંતુ કસક સર્કલ પર હવે જાહેરાતનાં બોર્ડ લાગતા સર્કલની શોભામાં ઘટાડો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.જાહેરાતનાં બોર્ડ લગાવનાર એજન્સીએ પાલિકાની કોઈ મંજૂરી લીધી છે કે પછી ગેરકાયદેસર બોર્ડ લગાવવામાં આવ્યા છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.ત્યારે બોર્ડ લગાવનાર એજન્સી સામે પાલિકા તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તેવું ચર્ચાઈ રહ્યું છે.તો બીજી તરફ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગ પર રોડની વચ્ચે લાગેલ સ્ટ્રીટ લાઈટના પોલ પર પણ ઠેર ઠેર જાહેરાતનાં બોર્ડ લાગતા પાલિકાનાં પવડી શાખાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.આ બાબતે જયારે મ્યુન્સિપલ એન્જીન્યરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.માર્ગ પર લાગેલા સ્ટ્રીટ લાઈટના પોલ પર જાહેરાત લગાવવા માટે પાલિકા દ્વારા એજન્સી નિમવામાં આવી છે અને તેની પાસેથી ટેન્ડર મુજબની રકમ વસુલવામાં આવે છે ત્યારે પાલિકાની મંજૂરી વિના જાહેરાતનાં બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.વીજ કંપનીનાં ટ્રાન્સફોર્મરની સુરક્ષા માટે લોખંડની સેફટી ગ્રીલ લગાડવામાં આવી છે.જેથી ટ્રાન્સફોર્મર પાસે કોઈ જઈ શકે નહીં અને કોઈ દુર્ઘટના સર્જાય નહીં.પરંતુ આ સેફટી ગ્રીલ પર પણ જાહેરાતનાં બોર્ડ લાગતા અકસ્માતનો ભય ઉભો થયો છે અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો વચ્ચે શું વીજ કંપનીનાં સત્તાધીશો કાર્યવાહી કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેસે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!