best news portal development company in india

ગુજરાત પ્રદેશ સંગઠનને લઇને મહત્ત્વના સમાચાર, જાણો ક્યારે મળશે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ

SHARE:

ગુજરાત પ્રદેશ સંગઠનને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે સંગઠનમાં વિલંબ થયો છે. પહેલા 20 જાન્યુઆરી સુધીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થવાની હતી પણ હવે દિલ્હી ચૂંટણી પછી જ તે જાહેર થશે. ગુજરાતમાં પણ સંગઠનની પ્રક્રિયા વિલંબમાં મુકાઇ છે.

ગુજરાતમાં પ્રદેશ સંગઠનને લઇને થયો વિલંબ

દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં પણ સંગઠનમાં વિલંબ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક થવાની છે. તે પછી ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. ગુજરાત ભાજપ દ્વારા 15 જાન્યુઆરી સુધીમાં નિર્વિવાદીત શહેર અને જિલ્લા ના અધ્યક્ષના નામોની
જાહેરાત થવાની હતી.જોકે, હજુ સુધી એક પણ નામની જાહેરાત કરવામાં આવી નથી.

ગુજરાત ભાજપને ફેબ્રુઆરીમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપને ફેબ્રુઆરીમાં નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રો અનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઇ OBC નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં

અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીવત છે. આ જોતાં ભાજપ પાસે ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, અમિત ઠાકર અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં જોઇએ તો રજની પટેલ, શંકર ચૌધરી, જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં છે.

અમદાવાદ સહિત 33 જિલ્લામાં પ્રમુખોની થશે વરણી

અમદાવાદ સહિત આઠ મહાનગરમાં શહેર પ્રમુખ ઉપરાંત 33 જિલ્લામાં પ્રમુખોની વરણી કરવાનો મુદ્દો વધુને વધુ પેચીદો બની રહ્યો છે. શહેર-જિલ્લા પ્રમુખની યાદી હવે હાઇકમાન્ડના હાથમાં પહોંચી છે.8 મહાનગર-33 જિલ્લા પ્રમુખો માટે 1300 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રમુખપદ મેળવવા ભારે ખેંચતાણ જામી છે.

આ લોકોને પ્રમુખપદ નહીં મળે

60થી વધુ વય ધરાવતા હશે, મ્યુનિસિપલ કોર્પોરેટર હશે તેને પ્રમુખપદ નહીં આપવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. કેટલાંકને રિપિટ કરવામાં આવે તેવી વાત છે પણ આંતરિક વિરોધના ડરથી આખોય મામલો ગૂંચવાયો છે. આ ઉપરાંત ક્યા જૂથના વ્યક્તિને શહેર-જિલ્લા પ્રમુખપદ આપવુ તે મુદ્દે પમ ભારે ખેંચતાણ જામી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!