આમોદ,
આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા આજ રોજ આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા,ભારત રત્ન,પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની ૮૧ મી જન્મ જયંતિની સરભાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરભાણ કૉલેજના વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સ્વ.રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે તેમના જીવન કાળ દરમિયાન તેમણે ભારતમાં કોમ્પ્યુટર, સંદેશા વ્યવહાર અને સોફ્ટવેર ક્ષેત્રે મજબૂત પાયો નાખી ભારત દેશને આધુનિક બનાવવા માટે તેમણે કરેલી કામગીરીની સરાહના કરવામાં આવી હતી.આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,ભરત પટેલ, મહેબૂબ કાકુજી,આમોદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઉમેશ પંડ્યા, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,ધનુબેન રાણા સહિતના કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રાજીવ ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.




