(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભાલોદ પંથક સહિત ઝઘડીયા તાલુકામાં બુઘવારની સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે ફરી એકવાર ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. વરસાદની રિમઝિમ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જેને કારણે ઉકળાટ અને બફારાથી પરેશાન રહેલા લોકોમાં રાહત જોવા મળી રહી છે.ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે.આજે લાંબા સમય બાદ ફરી એક વાર વરસાદ વરસતા ધરતીપુત્રોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી અસહ્ય બફારો અને ઉકળાટ વેઠી રહેલી નગર સહિત તાલુકા પંથકની પ્રજાએ પણ ઠંડકનો અહેસાસ કરી વરસાદની ખુશનુમાં ઠંડકની અનુભૂતિ મહેસુસ કરી ઠંડકભરી ખુશીની લાગણી અનુભવી હતી.




