ભરૂચ,
રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર નીકળવાના માર્ગ અને મહેમાનખંડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજીક કામ કરવામાં આવ્યું છે.સ્ટેશનના પ્રવેશદ્વાર અને નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે.જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર અવલોકન થશે.આ પ્રોજેક્ટનો ઉદ્ઘાટન રોટરી જીલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી, ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડૉ.યુવરાજ પ્રિયદરશી,રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મૌનેશ શાહ, સચિવ કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ભાવિક ગનાત્રા,અમિત તપીયાવાલા અને ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલ્વે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is