જંબુસર એસટી ડેપો ખાતેથી ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા લીલી ઝંડી બતાવી બે નવી બસોને પ્રસ્થાન કરાવ્યું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)
હાલ જંબુસરથી ભરૂચને જોડતો ઢાઢર બ્રિજ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.ત્યારે જંબુસરથી ભરૂચ જતા નોકરીયાતો,વિદ્યાર્થીમિત્રો, સહિતની મુસાફર જનતાને ભારે હાલાકી ભોગવી પડે છે.જેને લઈ જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે ગુજરાત સરકાર દ્વારા જંબુસર એસટી ડેપોને બે નવી મીની બસો ફાળવવામાં આવી હતી.જેનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયો હતો અને ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે રીબીન કાપી,લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત સરકાર તથા ગૃહમંત્રીનો આભાર માની આગામી દિવસોમાં જંબુસર ડેપોને દસ જેટલી નવી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષ જાદવ,આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન, ભરૂચ વિભાગ નિયામક આરપી શ્રીમાળી,ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર – આમોદના બીજેપી હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!