આમોદમાં લાઈટોના ઝગમગાટ સાથે વિઘ્નહર્તાની દબદબાભેર આગમન યાત્રા યોજાઈ

SHARE:

– આગમન યાત્રામાં થ્રીડી લાઈટો સાથે ભવ્ય આતશબાજી જોવા મળી

ભરૂચ,

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આમોદ નગરમાં ગત રોજ રાત્રીના સમયે યુવક મંડળો દ્વારા વિઘ્નહર્તાની થ્રીડી લાઈટો અને ભવ્ય આતશબાજી સાથે આગમયાત્રા યોજાઈ હતી.છેલ્લા ઘણા વષોથી ગણેજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવક મંડળોમાં વધતો જાય છે.તેમ આમોદના યુવક મંડળો દ્વારા પણ ડી.જે.સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે વિઘ્નહર્તાને આવકાર આપવામાં આવ્યો હતો.આમોદના રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા આમોદના ચાર રસ્તાથી તિલક મેદાન સુધી શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી.જેમાં યુવક મંડળના યુવાન યુવતી ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.તેમજ ગરબે પણ રમ્યા હતા.આગમન યાત્રામાં ગણેશજી ઉપર લાઈટોની વિશેષ રોશની કરવામાં આવી હતી.લાઈટોના ઝગમગાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રીજીનુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!