ઝઘડિયાની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : ૫ ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

SHARE:

– પોલીસે ચોરાયેલ સામાન અને ગુનાના કામે વપરાયેલ પીકઅપ ગાડી સહિત રૂપિયા ૬.૫૦ લાખના મુદ્દામાલ સાથે પ ઈસમોને ઝડપી લીધા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કેએલજે પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બનેલ તેમાં સંડોવાયેલ આરોપીઓને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભરૂચ જીલ્લામાં વિવિધ  ગુનાઓના ભેદ ઉકેલવા આપેલ સુચના અંતર્ગત ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પી.કે.રાઠોડે અ.હે.કો.હસમુખભાઈ અને ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી ની કેએલજે કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી હતી.તપાસ દરમ્યાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ પ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આ ગુના હેઠળ પાંચ આરોપીઓ (૧) ઉગનકુમાર જીરાલાલ ચૌધરી રહે.અંકલેશ્વર મુળ રહે.બિહાર (૨) કરણકુમાર ભુદન સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર (૩) બિટ્ટુકુમાર અખીલેશ રામ હાલ રહે.દધેડા તા.ઝઘડિયા  મુળ રહે.બિહાર (૪) ગણેશકુમાર ભુસણ સાની હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.બિહાર તેમજ (૫) વિકાસ સંતરામ ગુપ્તા હાલ રહે.અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે  મુળ રહે.ઉત્તર પ્રદેશનાને ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ એક તથા પતરા અને નાનીમોટી લોખંડની ગોળ પ્લેટ નંગ ૧૫ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પીકઅપ ગાડી આશરે કિંમત રૂપિયા  ૫,૦૦,૦૦૦ મળી  કુલ રૂપિયા ૬,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!