– શું હવે જુના તવરા ગામ અને આસપાસની સોસાયટીના લોકોને ટપાલ લેવા હવે પોસ્ટ ઓફિસ ખાતે જવું પડશે?
ભરૂચ,
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા છેલ્લા ૧૫ દિવસથી જોવા મળી રહી છે.ટપાલ ન મરતાં ગામ લોકોને જરૂરી ડોક્યુમેન્ટ માટે પોસ્ટ ઓફિસ ખાતે જવાની ફરજ પડી રહી છે.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામએ ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થય રહ્યું છે.ત્યારે જુના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મર્યા હતા.જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા ૧૫ દિવસથી ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર ડોટ મૂકી રૂટ છે.ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એચ પ્રજાપતિ જેવો જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે.ત્યારે હેડ ઓફિસથી પણ કોઈ ધ્યાન ના આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરતા આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને તેઓએ ગામ લોકોને વહેલી ટકે ટપાલ વિતરણ કરવા માટે નવા માણસો મૂકી દઈશું તેવી બાહેંધરી આપી હતી.




