જોગનાથ મહાદેવજીને ચાંદીના મુખારવિંદ અર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું.

જંબુસર નગરના સેવાભાવી ભક્તિરસમાં ડૂબેલા, સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપ સોનીના નિવાસ્થાન મહાદેવ નગર થી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ,કંસારાઢોળ,મુખ્ય બજાર, કોટ બારણા,ઉપલી વાટ,ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનન પટેલ,તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.પ્રતાપ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય શ્રી બ્રાહ્મણ સુવર્ણાકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપ સોની અને પરિવારને પ્રશસ્તિ પત્ર,સાફો,શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મહામંત્રી રમેશ સોની,સરક્ષક ભવરલાલ સોની, ઉપાધ્યક્ષ અશોક સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!