કોયલીમાંડવી ગામે એક ઘર માંથી ૬૪૨૦ નો દારૂ પોલીસે ઝડપી લીધો

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

– બુટલેગર રાબેતા મુજબ ફરાર

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી વસાવા નાઓએ સ્ટાફ પોલીસ કર્મચારીઓને સ્ટેશન વિસ્તારમાં જુગાર/પ્રોહીબિશન અંગેની ગેરકાયદેસર ચાલતી પ્રવુતિ અટકાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચન અનુસંધાને પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રોહીબિશન/જુગાર અંગેની વોચ તપાસમાં ચાસવડ બીટ વિસ્તારમાં ખાનગી વાહન મારફત નિકળેલ તે સમયે બાતમીદાર થી બાતમી મળેલ કે કોયલીમાંડવી ગામે વડ ફળીયામાં રહેતો વિપુલ ગુલાબ વસાવાનાઓ ઈંગ્લીશ દારૂનો જથ્થો  વેચાણ કરવા માટે લાવી પોતાના ઘરમાં સંતાડેલ છે.જે બાતમી મુજબ  રેડ કરતા મકાન ના આગળના ભાગમાં આવેલ સીડી નીચેથી પ્લાસ્ટીક ના કોથળા માંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૨૭ કિંમત રૂ.૬૪૨૦ નો મુદામાલ જપ્ત કરી વિપુલ ગુલાબ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની વિરૂધ્ધ પોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!