(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગર સહિત પંથક ભરમાં મેધરાજા ધીમી ધરાએ-તેજ ધરાએ છેલ્લા સડા પાંચ દિવસથી વરસી રહ્યા છે.તા.૨૦ ના રોજ સવાર ૬ કલાકથી શરૂ કરીને તા.૨૫ ના રોજ સાંજના ૪ કલાક સુધીમાં ૨૧૯ એમએમ પોણા નવ ઈંચ નોંધાયો છે.જ્યારે મૌસમ નો કુલ વરસાદ ૮૯૫ એમએમ છત્રીસ ઈંચ નોધયો છે.
નેત્રંગ પંથકમાં આવેલ નાની સિંચાઈ યોજના હેઠળના પિંગુટ-બલદેવા અને ધોલી ડેમ ઓવરફોલ થયા છે.મેધમહેરને લઈને સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પંથક ભરમાં આવેલ નદી નાળાઓ પણ ઓવરફોલ થયા છે.સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.નગર સહિત પંથક ભરમાં સતત વરસાદ ના કારણે પાણીજન્ય રોગ ચાળો આવનાર દિવસોમાં પોતાનો વિકરાળ પંજો ફેલાવી જન આરોગ્યની સુખાકારીને ઝપટમાં લે તે પહેલા નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ તકેદારીના પગલા ભરી લોકોને પાણીજન્ય રોગ ચાળાથી મુક્ત કરાવે તે જરૂરી છે.




