નેત્રંગ તાલુકામાં મુશળધાર વરસાદના કારણે જનજીવન ઠપ્પ

SHARE:

– પાંચ નદી અને તમામ નાના-મોટા ચેકડેમો વરસાદી પાણીથી છલોછલ : મૌસમનો કુલ ૩૮.૮૮ ઈંચ વરસાદ નોંધાયો

(વિજય વસાવા,નેત્રંગ)

પ નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે.મેધરાજાએ વીજળીના કડાડા-ભડાકા સાથે શ્રીગણેશના આગમનને આવકાર્યું હતું.ભારે વરસાદના પ્રતાપે નેત્રંગ તાલુકાની સીમ માંથી પસાર થતી અમરાવતી,ટોકરી,કરજણ,મધુવંતી અને કિમ નદી બંને કાંઠે વહેતા કાંઠા વિસ્તારના ગામો સતકઁ બન્યા હતા.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નાના-મોટા ચેકડેમો વરસાદી પાણીથી છલોછલ ઓવરફ્લો થયા હતા.હાલ મૌસમનો કુલ ૩૮.૮૮ ઈંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે ફરીવાર ભરૂચ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા આવનાર સમયમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવું જણાઇ રહ્યું છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!