ભરૂચ,
ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ૪૨ મો તેજસ્વી વિદ્યાર્થીઓનું સમ્માન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના કંથારીયા ગામ સ્થિત સાજીદ દલાલ હોલ ખાતે ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ૪૨ મો તેજસ્વી વિદ્યાર્થીઓનું સમ્માન અને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ડો.હિદાયતુલ્લાસ સૈયદ, અને અતિથિ વિશેષ તરીકે મોહસીનઅલી ખાન મુખ્ય મહેમાન બન્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરની તમામ હાઈસ્કૂલના SSC અને HSC નાં ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માન પત્ર અને બેગ આપીને તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને સાહીદભાઈ શેખ હતા.આ પ્રોગ્રામમાં ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દિનભાઈ કોન્ટ્રાકટર, સેક્રેટરી ઈમ્તિયાઝ પઠાણની આગેવાનીમા આ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામને સફળ બનાવવા ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટીઓએ અને લાઈફ મેમ્બરોએ ખુબ જ દિલથી મહેનત કરી હતી.આ પ્રોગ્રામનુ એલાઉન્સર તરીકે સૈયદ માહેનુરે પોતાની ફરજ અદા કરી હતી.




