જંબુસરના નોંધાણા ગામે ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા વિચરતી વિમુક્ત દિન નિમિત્તે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરૂચ અને શ્રી કેળવણી મંડળ નોંધણા દ્વારા વિચરતી વિમુક્ત દિનની ઉજવણી વિકસતી જાતિ ભરૂચ અધિકારી જે આર વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી.

૩૧-૦૮-૧૯૫૨ માં વિચરતી વિમુક્ત જાતિને મુક્તિ મળેલ તે અંતર્ગત આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો વિચરતી વિમુક્ત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગને સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જાગૃતિ અર્થે સમાજ શિક્ષણ શિબિર જંબુસર તાલુકાના નોંધાણા ગામે બી.બી.પટેલ હાઈસ્કુલ ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ જે આર વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમાં મદદનીશ અધિકારી વનરાજસિંહ તડવી, કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ,મંત્રી સમીર પટેલ, સભ્ય જયેશભાઈ,સરપંચ દરિયાબેન પરમાર,તાલુકા પંચાયત સભ્ય કાશ્મીરા પટેલ સહિત અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો હતો અને પુષ્પગુ આપી સન્માનિત કરાયા હતા.મહાનુભાવો એ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું અને આજના સમયમાં સમાજને પડતી હાલાકી અંગે વાત કરી હતી તથા મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓની સવિસ્તાર માહિતી આપી યોજનાઓનો વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી હતી.તથા અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સહિત સરકારનો નવો અભિગમ છે કે ક્યુ આર કોડ સ્કેન કરી સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આ યોજનાઓનો લાભ ક્યા લાભાર્થીને, કેવી રીતે,કેટલી સહાય મળે, અરજી ક્યાં કરવી તે તમામ માહિતી અંગે સવિસ્તાર સમજાવ્યું અને યોજનાકીય સંપુટ મેળવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે બાબુ વાઘેલા, રણજી વાઘેલા તથા મહેશ વાઘેલાએ વિચરતી વિમુક્ત જાતિના દાખલા અંગે ૧૫૦ જેટલા અરજી ફોર્મ ભરી અધિકારીને આપવામાં આવ્યા હતા.સમાજ શિક્ષણ શિબિરમાં સમાજ કલ્યાણ નિરીક્ષક હરેન્દ્ર ટંકારી સહિત ભરૂચ કચેરી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!