– આગળ ચાલતી હાઈવા ટ્રક પાછળ બીજી હાઈવા ભટકાતા પાછળથી આવતી અન્ય કાર પણ અથડાઈ : અકસ્માતના પગલે હળવો ટ્રાફિકજામ
ભરૂચ,
ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ત્રણ વાહનો સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.તે સાથે પાછળથી આવી રહેલી કાર પણ અથડાઈ હતી.અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાતા રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સતત વાહન વ્યવહારથીધમધમતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી પસાર થઈ રહેલ રેતી ભરેલા ડમ્પરના ચાલકે નબીપુર નજીક આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા પાછળ આવી રહેલ કાર પણ અથડાઈ હતી.બે ડમ્પર વચ્ચેની ટક્કરમાં રેતી ભરેલ ડમ્પરની કેબિનનો ખુરદો બોલી ગયો હતો.જેમાં ચાલક ફસાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાની ટીમ,સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પરની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.ચાલકને પગમાં ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થતા પોલીસ દ્વારા તેને હળવો કરવાની વ્યવસ્થા પૂર્વવત કરવા સાથે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથધરી હતી.


Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is