ઢાઢર નદીના બ્રીજ ઉપર જીલ્લા કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ ઉપર : ભારદારી વાહન પસાર થતા લોંખડની એંગલ તોડી નાંખી

SHARE:

– જાહેરનામાનો બીજી વખત ભંગ થયો હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

આમોદ,

ગંભીરા બ્રીજ ઉપરની દુર્ઘટના બાદ ઢાઢર નદીના જર્જરિત બનેલા બ્રીજ ઉપર ભારદારી વાહનો માટે ભરૂચ જીલ્લા કલેક્ટરે તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો.છતાં કેટલાક મોટા વાહનો બ્રીજ ઉપરથી પસાર થતા હોવાના વીડિયો સામે આવ્યા હતા.જેથી જીલ્લા વહીવટી તંત્રએ ૩ મીટર થી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા ઉપર લોંખડની એંગલ લગાવી હતી.તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો છતાં એક લાકડા ભરેલો આઈશર ટેમ્પો પસાર થતા લોખંડની એંગલ તોડી નાખી હતી અને સરકારને નુકશાન કર્યું હતું.ઢાઢર નદીના બંને છેડા ઉપર પોલીસની રાઉન્ડ ધ કલોક ચોવીસ કલાકની નોકરી હોવા છતાં મોટા ભારદારી વાહનો કેવી રીતે પસાર થાય છે તે કોઈને સમજાતું નથી.જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.તેમજ ભરૂચ જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા કલેક્ટર જાહેરનામાના ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.અગાઉ એક ટૂરીસ્ટ બસ લોખંડનો એંગલ તોડીને પસાર થઈ હતી.બીજી વખત લાકડા ભરેલો આઈશર ટેમ્પો પસાર થતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.જો કે એક જાગૃત નાગરિકે જંબુસરથી આમોદ તરફ આવતા એક મોટા આઇશર ટેમ્પાને અટકાવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!