સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સમાજના યશસ્વી કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ થતા સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ યોજાયો

SHARE:

ભરૂચ,

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સમાજના યશસ્વી કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ તાલુકાના ચાવજ સ્થિત વણકર સમાજની વાડી ખાતે રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ‘માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠા ના સ્થાપક ધનજીભાઈ પરમારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026 દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે સારા ટકા સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ સન્માન સમારોહમાં ટ્રોફીના દાતા તરીકે પખાજણના અમરસંગ પરમારે સહયોગ આપ્યો હતો.સ્નેહમિલનના માધ્યમથી સમાજના સભ્યો એકત્રિત થયા હતા અને પરસ્પર હળીમળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ છેલ્લા 30 વર્ષથી સમાજના શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 21 સમૂહ લગ્નોત્સવ યોજવા ઉપરાંત શૈક્ષણિક ઈનામ વિતરણ, અપરણિત યુવક-યુવતીઓના પસંદગી મેળા તેમજ શ્રેષ્ઠ શિક્ષકો, સૈનિકો, વડીલો, મહેતર અને પોલીસ કર્મચારીઓના સન્માન જેવા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ પરમાર, મંત્રી નગીન પરમાર,ખજાનચી દીપકકુમાર પરમાર સહિત ટ્રસ્ટના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!