ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઈવે 48 ની 21 હોટેલોમાં તપાસ હાથ ધરાઈ

SHARE:

– તપાસ દરમ્યાન 6 હોટલને સુધારા નોટિસ તો 1 હોટલને સેલ્ફ ક્લોઝર આપી બંધ કરાવાઈ

ભરૂચ,

“ઓપરેશન હેલ્થ” અંતર્ગત ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે પરની હોટેલોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ “ ઓપરેશન હેલ્થ” અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ દ્વારા વડોદરા– ભરૂચ – સુરત નેશનલ હાઈવે નં. 48 પર ભરૂચ જિલ્લાની હદમાં આવતી તમામ હાઈવે હોટેલોની તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો હરવા-ફરવા નીકળે છે.આ મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે.તપાસ દરમ્યાન હોટેલ સંચાલકો લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક પીરસે છે કે નહીં? ખોરાક બનાવવા માટે વપરાતો કાચો માલ (રો મટીરીયલ) ઉચ્ચ ગુણવત્તાવાળો છે કે નહીં ? હોટેલમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં? હોટલમાં કામ કરતા કર્મચારીઓ વ્યક્તિગત સ્વચ્છતા જાળવે છે કે નહીં ? વગેરે બાબતો ચકાસવામાં આવી હતી.

ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 21 હોટેલોની તપાસ કરવામાં આવી છે.તેમાંથી 6 હોટેલોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 ના શિડ્યુલ-4 ની શરતો અને જોગવાઈઓનું પાલન ન કર્યું હોવાથી તેમને સુધારા નોટિસ આપવામાં આવી છે. શરતોનું પાલન ન કરવા બદલ 1 હોટેલને સેલ્ફ ક્લોઝર (સુધારા ન કરે ત્યાં સુધી) તથા આશરે 18 કિલો બિનરોગ્યપ્રદ ખોરાક (પંજાબી ગ્રેવી વિગેરે શાકભાજી તથા અન્ય રો માટેરિયલ) નો યોગ્ય જગ્યા સ્વેરછીક રીતે નાશ કરેલ છે.

સાથે જ તમામ હોટેલ સંચાલકોએ પોતે વેચતો આઈસ્ક્રીમ દૂધ માંથી બનેલો છે કે પછી પામ તેલ અને મિલ્ક પાવડર માંથી બનેલું આઈસ્ક્રીમ જેવું દેખાતું “ફ્રોઝન ડેઝર્ટ” છે તે ગ્રાહકો જોઈ શકે તે રીતે સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે આ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!