– પુલ નીચે ગ્રામજનોએ સ્વખર્ચે બનાવેલું નાળુ ધોવાઈ જતા
નવા ડાયવર્ઝન સામે ગ્રામજનોનો વિરોધ : ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
10 ગામને જોડતો રાજપીપલાથી રામગઢ કરજ્ણ નદી પરથીનો પુલ વચ્ચેથી બેસી જતા પુલને સદંતર બંધ કરી દેવાતા નવા ડાયવર્ઝન આપવા અંગે ગ્રામજનોમા ભારે રોષ ફેલાયો છે.પુલ નીચે ગ્રામજનોએ સ્વખર્ચે બનાવેલું નાળુ ધોવાઈ જતાનવા ડાયવર્ઝનને બદલે જ્યાં પહેલા નાળુ બનાવ્યું હતું ત્યાં નાળુ બનાવવાની ગ્રામજનો માંગ કરવા બાબતે ગ્રામજનોએ નવા ડાયવર્ઝન સામે વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.
ગ્રામજનોએ આ અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજપીપલા રામગઢ પુલ વચ્ચેથી બેસી ગયો છે જેને કારણે પુલની અવરજવર હાલ બંધ કરી દેવાતા 15 km નો ફેરો ફરીને આવવું પડતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.હાલ આ પુંલ ને અવરજવર માટે સદંતર બંધ. કરી દેવાયો છે.
આ અગાઉ ગ્રામજનોએ સ્વખર્ચે પુલ નીચે ડાયવર્ઝન બનાવ્યું હતું તે કરજણ ડેમ માંથી વધારે પાણી છોડતા એ પૂરમાં નાળુ ધોવાઈ ગયું હતું.હાલ આ ડાયવર્ઝન માર્ગ મકાન વિભાગ દ્વારા લીલવાઢોળ પાસે જંગલ વિસ્તારના ઉપરના વિસ્તાર માંથી ડાયવર્ઝન બનાવવાની તજવીજ કરવાના મામલે ગ્રામજનોએ સખત વિરોધ કર્યો છે અને જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર, ધારાસભ્ય સહીત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કેઅમારે ડાયવર્ઝન જ્યાં પહેલા હતું ત્યાં જ જોઈએ કારણ કે લીલવા ઢોલ પાસે વન્ય પ્રાણીઓનો,મગરોનો ભય રહેતો હોય છે.આટલા દૂરથી મજૂરી કરવા આવતી મહિલાઓ કેવી રીતે અવર-જવર કરી શકે? અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સાંજે 5 વાગ્યે છૂટે તો સાંજે ઘરે આવતા અંધારું થઈ જાય,આવા જંગલ વિસ્તારમાં મહિલાઓ,બાળકો કેવી રીતે આવી શકે.? આ અંગે મક્કમ રહેલા ગ્રામજનો સ્પષ્ટ જણાવી છે કે અમે આ જગ્યાએ નવું ડાયવર્ઝન બનાવવા દઈશુ જ નહીં પહેલા જ્યાં હતું ત્યાં જ બનાવવાની તેમની માંગ ચાલુ રાખી છે.



