ટ્રાફિક સમસ્યાને નાથવા ભરૂચ વહીવટી તંત્રએ કસકથી ઝાડેશ્વર સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથધરી

SHARE:

– પ્રાંત અધિકારી,ગ્રામ્ય મામલતદાર,ચીફ ઓફિસર સહિતની ટીમો જોડાઈ : માર્ગ મકાન, બૌડા સહિત પોલીસની ટીમ પણ ખડે પગે

– વારંવાર સૂચના છતાં અમલ નહીં તથા તંત્રની કડક કાર્યવાહી : પ્રાંત અધિકારી

ભરૂચ,

ભરૂચમાં દબાણકર્તાઓ પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી અને કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલા ટ્રાફિક સમસ્યાને લઈને દબાણો સામે આજે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.શહેરના મુખ્ય માર્ગ એવા કસક સર્કલથી લઈને ઝાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના હેતુથી વહીવટી તંત્ર વહેલી સવારથી જ એક્શન મોડમાં જોવા મળ્યું હતું.

આ મેગા ડિમોલેશન કામગીરીમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, માર્ગ મકાનના ધર્મેન્દ્ર વસાવા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની ટીમે જેસીબી અને અન્ય સાધનોની મદદથી રસ્તા પરના કાચા-પાકા દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી.વહીવટી તંત્રની આ ઓચિંતી અને આકરી કાર્યવાહીને પગલે સમગ્ર શહેરના દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મુખ્ય માર્ગ પરથી અડચણરૂપ લારી-ગલ્લા અને શેડ હટાવવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેશે તેવા સ્પષ્ટ સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યવાહી માત્ર એક દિવસ કે અઠવાડિયા પૂરતી ન રહે અને કાયમી કાર્યવાહી હાથ ધરાઈ તો રસ્તા પર દબાણ નહીં થાય અને ટ્રાફિક સમસ્યા નો સામનો નહીં કરવો પડે. તો બીજી બાજુ આડેધડ પાર્કિંગ કરાતા વાહનો સામે પણ પોલીસ કાર્યવાહી કરે તો ટ્રાફિક સમસ્યા માંથી કાયમી નિરાકરણ થાય તેમ લાગી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!