દહેજની રહીયાદ ચોકડી નજીક પતરાની દુકાન પાછળ બાવળની ઝાડી માંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી પોલીસ

SHARE:

– 20,800નો દારૂ અને બિયર કબ્જે કરાયો : કડોદરાનો પંકજ ગોહિલ વોન્ટેડ

ભરૂચ,

દહેજ પોલીસ મથકની ટીમે રહીયાદ ગામની ચોકડી નજીક વિદેશી દારૂના વેચાણ સામે કાર્યવાહી કરી 20,800ની કિંમતનો દારૂ અને બિયરના જથ્થા સાથે સ્થળ પરથી કમલેશ ઠાકોર વસાવા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.જયારે દારૂનો જથ્થો પૂરો પાડનાર કડોદરાના પંકજ ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથધરી હતી.

દહેજ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 19 નવેમ્બરના રોજ દહેજ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે રહીયાદ ગામની ચોકડી પાસે એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેથી પોલીસે બે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો.દરોડા દરમ્યાન કમલેશ વસાવા મળી આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.ત્યાર બાદ પતરાની દુકાનના પાછળના ભાગે બાવળની ઝાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 MLના 120 ટીન કિંમત 12 હજાર, મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ વોડકાની 180 MLની 48 બોટલ કિંમત 4,800 અને રોયલ્સ સ્પેશિયલ પ્રીમિયમ વ્હિસ્કીની 180 MLની 40 બોટલ કિંમત 4 હજાર મળી આવી હતી.આમ, પોલીસે કુલ 120 બિયરનાં ટીન અને 88 દારૂની બોટલ મળી કુલ 208 નંગનો 20,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તપાસ દરમ્યાન કમલેશે આ જથ્થો કડોદરા ગામના પંકજ ગોહિલ પાસેથી વેચાણ માટે લાવ્યો હોવાનું જણાવતા સમગ્ર મામલે દહેજ પોલીસે કમલેશ વસાવા અને વોન્ટેડ પંકજ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!