બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભરૂચની રુંગટા વિદ્યા ભવન ખાતે ભવ્યતાપૂર્વક યોજાયું

SHARE:

ભરૂચ,

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત દાંડિયા બજાર સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રુંગટા વિદ્યા ભવન ખાતે ભવ્યતાપૂર્વક યોજાયું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો હતો.

આ પ્રસંગે, કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ,પૂર્વ અધ્યક્ષ ઈન્દિરા રાજ,શાસનાધિકારી ભરત સલાટ, સરકારી સહાયક વકીલ જીગ્નેશભાઈ, દાંડિયા બજાર મિશ્ર શાળા આચાર્યા પાયલબેન શાહ, સી.આર.સી કોર્ડીનેટર ચિરાગ પાઠક, કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ,શાળાના આચાર્યો ઉપસ્થિત રહી બાળકોને પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું.તેમણે વિજ્ઞાનના મહત્વ અને ભવિષ્યમાં તેની ભૂમિકા વિશે સમજણ આપી, જેણે બાળકોના ઉત્સાહમાં અનેકગણો વધારો કર્યો.

આ પ્રદર્શનમાં કુલ ૪૦ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં ૮૦ થી વધુ બાળકોએ પર્યાવરણ, ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને ગણિત જેવા વિષયો પર અદ્ભુત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા.બાળ વૈજ્ઞાનિકોની અનોખી કલ્પનાશક્તિ અને સખત મહેનત જોઈ ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

કાર્યક્રમના અંતમાં ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સી.આર.સી કો-ઓર્ડીનેટરે ઉપસ્થિત તમામ મહેમાનો,શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રદર્શન બાળકોને વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!